તારા નયનો માં સૂરમો બની અંજાવા દે,
તારા હોઠો પર ગીત બની ગુનગુના વા દે.
તારા દિલ માં ધડકન બની ધડકવા દે,
શ્ર્વાસો ની આવન જાવન માં મને શ્ર્વસ્વા દે.
સંસ્મરણો ના વન માં મને વિહરવા દે,
કેમ કરુ યાદ? ક્ષણીક તો જાત ને વીસરવા દે.
સંગાથ સાત જન્મો કે જન્મો જન્મ નો યાદ કરવા દે,
વિદાય તારી પેલા, ઈંશ્ર્વર પાસે માંગવા દે.
કોલ હર જન્મે મળવા નો, એ વચન પાળવા દે,
અનુભવીશ તુ હરક્ષણ મને, પ્રેમ એટલો કરવા દે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply