બનતાં નથી મિત્રો, એડ થાય છે
તૂટતાં નથી હૃદય, સેડ થાય છે
સબંધો ક્યાં છે હવે જન્માંતરનાં
ક્ષણીક પ્રેમ પરસ્પર, મેડ થાય છે
સમજાય છે જ્યાં જીવનનું લક્ષ્ય
આયુષ્ય રેખા ત્યાં રેડ થાય છે
ક્યાં હવે બાપુ કે પિતાજી રહ્યાં
જીવતો બાપ અહીં ‘ડેડ’ થાય છૅ
ભાખરી મા ના હાથની ઠુકરાવીને
લઈને હોટેલમાં સૌ, બ્રેડ ખાય છે
નથી હવે કવચ મિત્રો ને કુટુંબનું
સિક્યુરિટી એટલે ઝેડ થાય છે
સ્વજનનાં ભગ્ન હૈયાંની ના ફિકર
પારકું કોઈ રુઠે, તો ખેદ થાય છૅ
ક્યાં હવે મહેનતનો મીઠો રોટલો
એ.સી.માં ય સૌને સ્વેદ થાય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply