ઇઝી બનજો, બીઝી બનજો
દુશ્મન-લડાઈની પસંદગીમાં, ચુઝી બનજો
ટીકા, ઈર્ષા, ક્રોધ, મોહમાં લેઝી બનજો
પ્રેમની હોમડીલીવરીમાં, સ્વીગ્ગી બનજો
સત્ય, કરુણાની કાયમી બકી બનજો
દાન રોકડું ને લોભ માટે, બાકી બનજો
એક જીવનસાથીત્વના જ રાગી બનજો
પીવડાવજો હાસ્ય સૌને, સાકી બનજો
મૂલ્યો માટે રહેજો કડક ખાખી બનજો
ચિંતાને મોજથી ઉડાડતી, ફાકી બનજો
પરહિતને રહેજો સમર્પિત નિસ્વાર્થી બનજો
બીજાની મોજમાં જ મોજ, મોજી બનજો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply