બોલ્યાં પછી ફરી શકે છે લોકો
પારકાં ખેતરે ચરી શકે છે લોકો
વળાંકો પણ સીધાં કરે જરૂર મુજબ
ગરજ મુજબ વળી શકે છે લોકો
જરૂરીયાતનાં સાબંધો રાખે છે સૌ
લોટાંની જેમ ઢળી શકે છે લોકો
મિત્ર જે કામ આવ્યો કાળી રાત્રે તેને
ધોળે દિવસે છરી પરોવી શકે છે લોકો
ભવોભવનાં સાથની વાત રહેવાં દયો
એક ભવમાં અનેક કરી શકે છે લોકો
મોઢું ય જોવું ગમતું ના હોય જેનું
વખતે દુશ્મનનાં પગ પડી શકે છે લોકો
શીખવે જીવન જીવવાની કળા તોય
ધર્મનાં નામે મરી-મારી શકે છે લોકો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply