ના આરોહ કે ના અવરોહ હોય છે
જીવનમાં ઉહ, આઉચ, ઓહ હોય છે
જે મળ્યું છે તેનું ક્યાં મૂલ્ય છે કોઈને
જે નથી તેનો જ બધાંને મોહ હોય છે
વાતો તો સૌ કરે છે વફાદારીની પણ
દરેકનાં જીવનમાં કોઈ ‘વોહ’ હોય છે
મૂર્તિઓ જ ધાતુની હોય તેવું નથી
હૈયાંય ક્યાંક કાળમીંઢ લોહ હોય છે
યુગોયુગોથી અચલ છે સનાતન સત્ય
વફા કરે તેનાં ભાગ્યે જ દ્રોહ હોય છે
એટલે આંખે બંધ કર્યા સપનાં જોવાનાં
વાસ્તવનાં મોતીયાંનો વિદ્રોહ હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply