પરાણે વ્હાલો લાગતો પ્રણય છું
દુનિયાની આંખનું કૌતુક વિસ્મય છું
હું જે બોલું તે બની જાય છે ગીત
સુશ્ષ્ટિનો સૂર, તાલ અને લય છું
હું છું એવો ને એટલો જ દેખાઉં છું
હું વાસ્તવનો વાસ્તવિક અભિનય છું
ના પીડા ના ચિંતા ના નિરાશા ના ડર
સૌને ખુશ કરતી ખુશખુશ વય છું
આસુઓનાં આચમનને હું પડકારતો
હાથવગાં હાસ્યનાં કસુંબામય છું
ઉર્જા, ઉપાડો, ઉલ્લાસનો સંચય છું
એટલે જ હું સૌને અતિ પ્રિય છું
કાળનો કાટ અડ્યો કે આભડયો નથી
નિર્દોષ નિજાનંદી પ્રભુનો પરિચય છું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply