ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઇએ.
સૌને મિચ્છામીદૂકડમ કહીને ક્ષમાપના કરી લઇએ.,
વાર્ષિક કર્મોનું સરવૈયું મહાવીર સાથે મેળવી .
કોઈને મન વચન કર્મ ને દૂભાવ્યા ની માફી લઇએ.
મહાવીર ની આજ્ઞા નો કરેલો અનાદર યાદ કરીને
જૈન ધર્મ સાથે કરેલ ચેડાંની ક્ષમા માંગી લઇએ.
ક્ષમા વિરસ્ય્ય ભૂષણમ મંત્ર ને બરોબાર સમજી લઇએ.
આજ થી કોઈ સાથે વેર ભાવ નહિ રાખીએ કસમ ખાઇએ.
માનવતા નો મુખવટો પહેરી બહુ ફર્યા દંભમાં આપણે,
ચાલો હવે, માણસ માં માણસાઈ ઉમેરી ને જીવી લઇએ.
ખુદ ની ગરજ માટે કરેલ બધા કાયોઁ તે યાદ કરી લઇએ.
કોઇક માટે પરમાર્થ ના કામો કરી જીવન સાથઁક કરી લઇએ.
ખોટી આત્મ પ્રશંસા ને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ.
ચલો, હવે આપણે થોડુ આત્મ પરીક્ષણ નુ કામ કરી લઇએ.
કોઇ દુખીયા ના આસું પોછી . દિવ્ય જીવન જીવવા લઇએ
‘કાજલ’ તણો ધર્મ ઉપદેશ નવ કાર ગણીને સમજી લઇએ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply