ઘનઘોર અંધારુ આ રાત અમાસ નું અંધારુ
ચારે બાજુ ઘેરાયેલુ આસપાસ અંધારુ.
પ્રકાશ ની શોધ માં ભટકતી હતી આ રાત અમાસ ની.
ચાંદ તારા પણ છુપાઇ ગયા ને વાદળુ બન્યું અંધારુ.
ચોપાસ મારી નાચે ભુતાવળ બની રાત અમાસ ની.
છુટવા મથ્યા કરુ ને ફરી પકડાયુ આ અંધારુ.
નાસી છુટી હતી પુનમ ની સાથે આ રાત અમાસ ની.
ત્યાં પકડી ને ફરી મને જકડી ને આજ ફરી છવાયું અંધારુ.
કયાં સુધી આમ રાહ જોઇશ કે જાય આ રાત અમાસ ની.
“કાજલ ” કયાં સુધી ભટકયા કરીશ ને ફરશે તારી આસપાસ અંધારુ?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply