ગૌરી તારા ગૌર મુખ પર, લાલીમા અદભુત લાગે.
અધરો તારા ગુલાબ ની પંખડી શા, ખીલુખીલુ લાગે.
હરણાક્ષી શા નયન તારા, ચંચળ પળપળ લાગે.
લલાટ પર કુમકુમ જાણે, સુયઁ તેજ તણુ લાગે.
આ શણગાર તારો, અભિસારીકા તણો લાગે.
હાથ માં રચાવેલ મહેંદી, પ્રીતમ ના પ્યાર શી લાગે.
હસ્તકંકણ અને મુદ્રીકા પણ, સાજન ના સાથ માટે તરસતી લાગે.
પગ માં તારી પાયલ નો રણકાર, મીઠું મધુરુ સંગીત લાગે.
ગૌરી તારા ગૌરવદન પર, કાજલ નુ ટપકુ સૌંદર્ય વધારતુ લાગે.
માથા ના શણગાર, શો ગજરો અંબોડે પુણઁ લાગે.
હાથ ની મહેંદી ને ચુંદડી નો રંગ એક શા લાગે.
‘કાજલ’ ને ડર લાગ્યો, બેની કહી મારી જ નજર ના લાગે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply