વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે
ટેકેદાર અહીં ભાગીદાર બની જાય છે
શાસક-વિરોધ પક્ષ જેવું છે ક્યાં કશું
સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે
દેશ વેચવાનો એ જ તો છે ફાયદો
ભૂખડ પણ માલદાર થઈ જાય છે
કોક ખેંચીને કાઢે ત્યારે જ નીકળે છે
નેતા ખુરસી સાથે ગુંદર થઈ જાય છે
જે ક્યાંય ના ચાલે તે અહીં ચાલે છે
ફાટેલી ખોટી નોટ ચલણ થઈ જાય છે
આ જ હાલત છે તમામ પક્ષોની તેથી
રાજકારણ સાવ બદતર થઈ જાય છે
મની,મસલ પાવરવાળાં બની શકે નેતા
માઈન્ડ,મોરલવાળાં કાર્યકર થઈ જાય છે
સારાં આવતાં નથી રાજકારણમાં તેથી
નરસાંને બામણીનું ખેતર થઈ જાય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply