હવે કાંઈ પહેલાં જેવો પ્રબંધ નથી
લાગણીઓ બધી હવે અકબંધ નથી
કોલ ફ્રી નહોતાં ત્યારે હતી વાત લાંબી
ફ્રી કોલે લાંબી વાતનાં હવે સબંધ નથી
બોંસાઈનાં ફૂલો લાગે ખૂબ સુંદર પણ
એમાં માળીનાં પરસેવાની સુગંધ નથી
નગરવધૂના ચારિત્ર્યની ટીકા કરવી કેમ
પતિવ્રતા પણ હવે સતી કે સંત નથી
આંખ ખોલી ગરજની થાય મોહોબ્બત
પ્રેમ પણ કળિયુગે સાવ અંધ નથી
ઈશ્વર સાથેય થાય ત્યાં સોદા માનતાનાં
એટલે જ મંદિર હવે પ્રભુને પસંદ નથી
ના આવે પ્રભુ દોડતાં તો સમજી જજો
કર્મનો તાંદુલ, ભાજી, બોરનો પંથ નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply