લીક થઇ ગયો માણસ
સાઇકિક થઇ ગયો માણસ
ફેસબુકમાં ગણતો રહેતો
લાઇકિક થઇ ગયો માણસ
જિંદગી ચાલુ કરવા વાંકો વળે
કીક થઇ ગયો માણસ
નક્કી કરે મૂડ વ્હોટસઅપ કલર
ટીક થઇ ગયો માણસ
સ્પીડ 4g ને વાઈ ફાઈ હોય તો
ઠીક થઇ ગયો માણસ
રોબોટિયાં યુગમાં મશીન સામેં
વીક થઇ ગયો માણસ
જેન્ડર ય બદલાવે ફ્રેન્ડ મેળવવા
ટ્રીક થઇ ગયો માણસ
સમય બચાવવા સર્જેલ મોબાઈલ સામે
ફિટ થઇ ગયો માણસ
સોશીયલ ને ક્યારેક ‘એન્ટિ’કરી નાખતો
બીક બની ગયો માણસ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply