મા બાપ, ગુરુ ને ઈશ્વરને નમું તોય ઘણું
દુનીયા ગમે ના ગમે, મને હું ગમું તોય ઘણું
હોય છે મહદ્દ કઠોર ને દુઃખદાયી વાસ્તવ
સપનાંની આંખે દિલથી રમું તોય ઘણું
હોય ભલે ને દાળ અને સૂકી રોટી ભાણે
મોસાળે મા પીરસે ને હું જમું તોય ઘણું
દુશ્મનનાં સ્વાભાવિક પ્રહારો તો સમજ્યાં
મિત્રનાં ઘા નો મૂઢમાર ખમું તોય ઘણું
ક્યાં સૂર્ય થવું ને લાયકાતે ય ક્યાં એવી
નિરાશાએ બની દીપ ટમટમું તો ય ઘણું
ચિરંજીવ થઈ ત્રિશંકુની લેવી ક્યાં પીડા
ચોર્યાસી લાખ ફેરાં મોજે ભમું તોય ઘણું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply