આગિયો છું સૂરજને પડકારું છું
મીણ છું ક્યાં અગ્નિને ગણકારું છું
ખબર છે શહીદી મળશે સાહસથી
જટાયુ છું, હું રાવણને અટકાવું છું
કૃષ્ણમામા ને ય હું મામા બનાવું છું
અભિમન્યુ હું જાતે જાતને ફસાવું છું
તાળી, દાદ, ઇનામ નથી પ્રમાણ મારું
કવિ છું હું હું નટરાજને નચાવું છું
હૂંડી સ્વીકારવા આવે તે ઠેઠ સ્વર્ગથી
ભક્ત છું હું હું પ્રભુને દોડાવું છું
મૂડીમાં છે ફક્ત સત્ય, પ્રેમ ને કરુણા
પુણ્ય સીવાય હું ક્યાં કંઈ કમાઉ છું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply