મારાથી પણ જરાક, મને પર કરી શકે !
હોવું તમારું બસ, મને સધ્ધર કરી શકે !
આકાશ આંબવાનો ખરો અર્થ આમ કર,
કોઈનો હાથ ઝાલી ને, પગભર કરી શકે !
સંજોગ. . . તારા હાથમાં બસ આટલું જ છે,
જે ભીતરે છે એને, ઉજાગર કરી શકે !
ખુલ્લું હ્રદય જો રાખ તો, હળવાશ લાગશે,
તાજી હવા યે ભીતરે, હરફર કરી શકે !
ઘટના અને બનાવ અલગ ભાત પાડશે,
તું જાતને અગર અહીં, વસ્તર કરી શકે !
મહિમા કરી શકીશ, ખરેખર તું બેઉ નો-
જો મૌન છોડી વાત, સમયસર કરી શકે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply