મન રે
મન રે !
અહી મળતા બધા પ્રેમને હું નનમસ્તક સ્વીકારી લઉં
સ્નેહે વધાવી લઉં…
દરિયા પાસેથી જઈને એની દરિયાદિલી ઉધારી લઉં,
દિલમાં આવકારી લઉં…
ખીલતાં ફૂલોની કોમલતાને ચહેરા ઉપર સજાવી લઉં,
સુગંધથી સહેલાવી લઉં…
ઉગતા સુરજની લાલીને મારા સેથામાં સરકાવી લઉં,
કિરણોને સમાવી લઉં…
તોડી લઉં આભેથી તારલિયા, ઓઢણીએ ચમકાવી લઉં,
અંધરાને ભગાવી લઉં…
જીવન જીવવામાં સ્વપ્ના બધા બે આંખોમાં ભરાવી લઉં
પંખ ફેલાવી લઉં…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply