અખિલ આ બ્રહ્માંડે, માડી ! તારો જયજયકાર રે ..
આઘ્યશક્તિ મા જગદંબા !તારો મહિમા અપરંપાર રે-
મા તારો જયજયકાર રે …
કાને કુંડળ, હાથે ચૂડી, કંઠે એકાવન હાર રે,
સુરજ ચમકે ભાલે મા ચૂંદડીમાં તારા હજાર રે-
મા તારો જયજયકાર રે …
તું કરે વિસર્જન જગનું, તુજ ક્ષમા થકી મા સર્જન રે
ભક્તિ-શક્તિ તારું દર્પણ, તું જગની પાલનહાર રે-
મા તારો જયજયકાર રે …
તું શક્તિ મા, તું મહાકાલી, તુહી ગબ્બર વાળી રે;
તુજ થકી આભે અજવાળાં, તુંહી તારણહાર રે-
મા તારો જયજયકાર રે…
ભાવ ધરીને ભક્તિ કરતાં, ટળતાં ભવનાં તાપ રે,
દેવ -દાનવ તારે શરણે, તુજ પર જગનો ભાર રે-
મા તારો જયજયકાર રે ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply