મનમાં સંગ્રહખોરી થી ભાર વધે છે
તેથીજ કદાચ હું લખતા શીખી ગઈ
સબ્દો આપમેળે કાવ્ય થઈ રેલાય છે
તો વગર અવાજ હું ગાતા શીખી ગઈ
એ પગલાનાં અણસારા સંભળાય છે
હું અવસર ની રાહ જોતા શીખી ગઈ
મૂગી આંખો પણ રેલાવે સંગીત છે
બિન પાયલ હું નાચતા શીખી ગઈ
સાંભળ્યું કે ધીરજ ના ફળ મીઠા છે
તેથીજ હૈયે હામ ભરતા શીખી ગઈ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply