ભીની હું ભીનાશ ભરી લઉં, તું જો ઝાકળ જેવું વરસે.
હેલીમાં મન મારું મુઝાય, અને એકાંતે કેવું તરફડશે
આઈના સાથે વાતો કરી, કોઈ ખળખળ કેટલું હસશે
સામસામે તાલી લેવા દેવા પછી આંગળીઓ તરવરશે
અકબંધ સ્મરણની મૌસમ ભલે હો, યાદોમાં તુટસે.
ભીંજાઈ મૃગજળના સરોવરમાં કોણ કેટલું તહીં તરસે
લાગણી વિના હૈયા ચીરાશે, ક્યાંથી ગમતી સુગંધી ફૂટશે
ફણગી ઉઠશે તપતી ધરા પણ જો વરસાદ ઝરમરસે.
હોય મંઝીલ કે સફર સહેરાની સાથી વિના નાં ગમશે
મળી જાય અજવાશ પ્રેમનો, આ મન મંદિર જેવું રહેશે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply