તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ પાણી ભરે છે,
નજર મારી તમોને જોઇને નતમસ્તક નમે છે
તું મારા રૂદિયાની હઠ સામે જ્યાં હામી ભરે છે
ત્યાં હઠીલી જીદ તારા પ્રેમ સામે કાયમ ઝુકે છે
આ સોડમ પ્રેમની મઘમઘતી અંતર આખુ ભરે છે
ધરાની પ્યાસ જોતા આભ નીચે આવી ચુમે છે
હવાને સંગ વૃક્ષો પણ અડીખમ થઇ દમ ભરે છે
ફૂલો અને ફળ આવે તો,ડાળ સાથે નીચે ઢળે છે
પ્રેમીઓની સામે આંખુ જગ જ્યા પાણી ભરે છે
જોઇ કિશન-રાધાની જોડી જગમાં સહુ ઝૂમે છે
હું શણગારૂં મારી જાતને પ્રતિબિંબ આહ ભરે છે
અરીસો પણ જો તારી નજરથી મુજને જુએ છે
નામ તારું હૈયા મહી આનંદ “વિનોદ” ભરે છે
તારા પ્રેમનો થાતા ઉલ્લેખ મારી ગઝલો ફૂટે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply