તપતી તરસનું માન રાખવા એ સપનામાં દેખાઈ ગયા
સાચા શબ્દોનું ધ્યાન રાખવા કાગળ પર રેલાઈ ગયા.
સ્મિત માટેની તરસ મહી અમે તાજગી બરાબર રાખી
એ ભરચક વરસવું છોડી ઝાકળની જેમ ઝરાઈ ગયા.
આમ જુવો તો હોળી દિવાળી બેઉ છેવટ ઉત્સવ છે
આંગણે આવી દિપક બદલે જ્વાળાને જલાઈ ગયા
થઇને લક્કડખોદ અમે સ્મરણ કાયમ દૂઝતાં રાખ્યા
બનીને શાહમૃગ એ જાત જોડે આંખોમાં છુપાઈ ગયા
આંખોથી થતા હતા મેળાપ એ રંગ ઢંગ બદલાઈ ગયા
ઘરી બહાનું તકદીરનું કંકોત્રીને હાથોહાથ દઈ ગયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply