તું જન્મ સાથે તો નહોતો છતાં,
દરેક સુખમાં તે સાથ આપ્યો છે.
મસ્તીમાં દળો બની ફંગોળાતો રહ્યો,
પ્રેમની મીઠી પળોમાં હાથમાં અમળાતો હતો.
તને ટેકવી
જાતને કલાકો વિચારતી કરી છે.
વિરહની ક્ષણોમાં તને છાતીએ ભીડયો હતો.
મારી બધી વેદનાઓને
તે
ચુપચાપ તારા મહી છુપાવી હતી.
તારા એકએક તાતણાંમાં
મારા કેટલાય સ્વપ્નો ધરબાઈને પડયાં છે.
અને ડચકા ખાતી જીવન શૈયાએ,
પણ, તુ હાજરાહુજુર છે.
“મારું ઓશીકું”
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply