ફેસબુકની વોલે જોતી છાનીમાની રે લોલ
ચેટે થી શરમાતી,હાઇડ થઈને રે લોલ
લાઇફલાઇને દીધાં લાઇક્યાં રે લોલ
કાન્હા એ મોકલી ફ્રેન્ડશીપ રિકવેસ્ટ રે લોલ
1g ની સ્પિડે મેં ય કીધી એકસેપ્ટ રે લોલ
મીઠાં તે મેસેજ તારા એસેમેસિયા યા રે લોલ
એથી તે મીઠાં સ્ટેટસ,વ્હોત્સપ્પીયા રે લોલ
ફેસબુક તો લાગે મને પિયરિયું રે લોલ
એણે મલાવ્યાં પ્યારા પિયુડાં ને રે લોલ
ઝાઝી દીકરી આપે ઝુકરબગીયાને રે લોલ
તું ને તું એક જ મારો કાન્હો રે લોલ
પણ કાન્હો ના તું બનતો રે લોલ
મારાંમાં જ જોજે રાધા,મીરા ને
ઓલી રુકમણી ને ગોપિયાં રે લોલ
ફોરવર્ડ ને ના કરીશ તને શેર લે લોલ
ટચ રે તારાં એ થાતી ઓનડી રે લોલ
સતી સાવિત્રી ને ગુજ્જુ મૉર્ડના રે લોલ
તું ગોળ ગોળ ફર્યા જ કરતો રે લોલ
થાજે ડાઉનલોડ મારાંમાં જ રે લોલ
હાલ્ય ને નાખીએ ઑફિસિઅલ વર્ઝન પ્રેમનું
મારીએ ઈગોનાં વાઈરસીયા રે લોલ
શેર લાઈફાઇ કરશુ ,તું મારો બડી રે લોલ
પાસવર્ડ મારો તું,હું તારી બેટરી રે લોલ
રહેશું ઓનલાઇન ને સાથ ત્યાં સુધી
રીપ નાં ના આવે મરસીયાં રે લોલ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply