શોધ
કોઇ મને શોધતુ આવશે,
આવી હાલ મારા પુછશે.
બે ડગલા જેની સાથે ચાલ્યા,
તે કયારેક યાદ અપાવી જશે.
ગુફતગું અે પહેલા ની,
યાદ અપાવવા આવી ચડશે.
વાયદા – વચનો નથી આ
છતાં તને યાદ કરી છે કહી જશે.
આમ કયારેક એ આવી ચડશે,
દીલ માં દદઁ જગાવી ચાલી જશે.
“કાજલ”ના વિચારો માં તસ્વીર જેની,
તે આમજ કયાંક જીવન માં મલી જશે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply