સાબિતી પ્રેમમાં શું આપવી હવે,
જન્મોજન્મ તારા નામે લખું હવે.
સ્મરણ તારું મુંજ હ્રદયે વસ્યું એવું,
ધડકનોમાં તારું જ નામ સંભળાય હવે.
પ્રેમકહાણી કરુણ કેવાણી જગમાં,
મિલન પ્રેમમાં દુશ્કર,મૌત મંજિલ બનતી હવે.
રાધેશ્યામ કહો કે મીરાનો કૃષ્ણ કહો,
વિરહતો મળ્યો, નામ જ તેમનું ગવાયું હવે.
“કાજલ” મસ્તાની બની પ્રેમરસ ચાખીને,
ખુમારી ભણી આજ થાય તે કરે જગ હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply