શીર્ષક-જિંદગી
જિંદગી તું બે ઘડી રોકાઈને તું મળતી તો જા
તું હવે સૌ સાથે થોડી થોડી અહી, તું હળતી તો જા.
ઘણાં સંબંધો હજી જીવવાના બાકી છે,
સમય થયો,મુક્ત મને હસ્યે, તું ફળતી તો જા.
ઉદાસીને ખંખેરી તારી સાથે ચાલવું છે,
થાક ઉતારવા સાથ તારો કરવા, તું ભળતી તો જા.
જીવન જીવ્યા બીજાની ખુશી માટેજ છે,
તારી સંગ ખુદ માટે જીવવું છે, તું રળતી તો જા.
નવેસરથી જીવનના દાખલા હવે માંડવા છે,
શું લીધું શું આપ્યું તે જિંદગી જોઈ, તું ગળતી તો જા.
એકવાર સ્વપ્ન નગરીમાં પગલા પાડવા છે,
કાજલને કલ્પનાની ઉડાને ઉડવુ છે, તું વળતી તો જા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply