મારી હથેળી માં સમાયું વિશ્વ મારું,
વેઠા એ ગણાય દિવસો.
મારી તર્જની પકડી પા પા પગલી કરશે.
વાત વાત માં અંગુઠો બતાવી…
ડીંગો ડીંગો કરશે..
ચાંદ સુરજ મારે આંગણે રમશે..
અનામિકા… છે તું….
છાયા તું મારી…
મારું જ પ્રતિબિંબ…
મારો અંશ…મારો વંશ…
પુત્ર કે પુત્રી…
મારા સુખનો સુરજ..
આશા ઉમંગને જીવનનું પ્રતિક
જિંદગીની દૌડપકડમાં
વેંત છેટુ જ રહ્યું સુખ….
તારા આગમને બેસી ગયું…
મારી આંગળીઓના ટેરવે…
‘કાજલ’ આજ અંગુઠો બતાવી…
કરે છે હર્ષ નાદ…
સમાયું મારુ વિશ્વ મારી બે હથેળીઓ માં..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply