વિચારૂં જો ગઝલ તો આંખના દરિયા ઘસી આવે,
તમારી યાદ જાણે એક મોસમની નદી આવે.
પ્રણયની ઝંખના શોધી રહી છે એમ સાજનને,
કે ખોવાઈ ગયેલી હોય એ વસ્તુ મળી આવે.
અગર મારૂ જ ઘર મળતું ન હો દુનિયાના નકશા પર,
કહો એ દર્દને પહેલાં ગઝલ ઉપવન સુધી આવે.
મહોબ્બત કરવાવાળા એટલી હદ લગ કરે છે ઈશ્ક,
જુએ છે રોજ ફેસબુક પર ગઝલ કોઈ નવી આવે.
કદમથી પથ મહેકતા ને કથનથી ફૂલડાં ઝરતાં,
હ્રદય નગરી વિચારે છે સવારી આપની આવે.
અમે સત્કારવા બેઠા છીએં આંખો બીછાવીને,
કબૂતરને કહો ” સિદ્દીક” સાકીને કહી આવે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply