આઇનાની નજરમાં રહે કોણ છે?
એ કહો કે હ્રદયથી મળે કોણ છે?
ટોચ પર તો જવાની તડપ છે સતત,
હદમાં રહેવાની ચિંતા કરે કોણ છે?
એ જ મારા નગરની રમત થઇ ગઈ,
ભૂલ કોઈ કરે ચૂકવે કોણ છે?
ભૂલવા ગમને લાખો પીએ છે શરાબ,
તો ગમો ભૂલવા વખ પીએ કોણ છે?
કોઇ આવ્યું ખુદા નામથી માંગવા,
દાનના હાથ લાંબા કરે કોણ છે?
કાશમીરની હુરોથી પરણવા હવે,
નામ આપો મને ત્યાં જશે? કોણ છે?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply