ક્યાંક રજુઆત ની અપેક્ષા!
ક્યાંક આલોચના ની તિતિક્ષા!
સઘળું હૈયે ધરબી આ કેવી તારી મહાનતા.
કેમતે સ્ત્રીને અર્પી આ મૃદુતા સાથે અડગતા,
કોમળતામાં સચવાયેલી કઠોરતા.
જાણે છીપનાં આવરણમાં મોતી.
ધરતીમાં ધરબાયેલ બીજનું અંકુરીત થવું.
પાણીનું બાષ્પ બની વાદળ બની વરસવું…
જાણે સ્ત્રીના અવતરણની જ કહાણી.
બંધનોમાં આઝાદીને આઝાદીમાં બંધન…
જન્મદાત્રી, સંસ્કારદાત્રી, વિધાત્રી.
દેવી શક્તિ કઇ કેટલા રુપ તો પણ કહે અબળા?
ના! નથી… સમોવડિયણ…
તે સક્ષમ છે.
તે નિપુણ છે.
અધુરો છે નર નારી વિણ.
નારી નર મળી બને સંપુર્ણ.
નારી તું નારાયણી….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply