ગોકુળ વૃદાંવનની ગલીઓમાં કાન ભરમાવે,
રોજ રોજ મારગમાં ગોપીઓને રંઝાડે તેને કેમ અટકાવું?
નહિં આવુ નહિં આવુ જાને સખીએ મારગ નહિં આવુ.
પેલો યશોદાનો જાયો,નંદરાયાનો કુંવર મારગ રોકે,
રોજ રોજ નટખટ લાડલા કાનાને કેમ સમજાવું.
નહિં આવુ નહિં આવુ જાને સખીએ મારગ નહિં આવું.
મારગ આંતરી દાણ માંગે,મટકીએ ફોડે,
રોજ રોજ નવી વાત સમજાવા કયાંથી લાવું?
નહિં આવુ નહિ આવુ જાને સખીએ મારગ નહિં આવું.
પરણયો રોજ ઘરે લડવાડ કરે,
રોજ રોજ વ્હાલાને કેમ કરી મનાવું ?
નહિં આવુ નહિંઆવુ જાને સખીએ મારગ નહિં આવું.
યમુનાકિનારે ટોળી જમાવે,રોજ નવી લીલા રચાવે,
રોજ રોજ તેની લીલા મન ભરમાવે,આ મનડાને કેમ રોકવું?
નહિં આવુ નહિં આવુ જાને સખીએ મારગ નહિં આવુ.
વેણુંના સૂર સુધબુધ ભુલાવે,ધરના કામ વિસરાવે,
રોજ રોજ ફરિયાદ તેની કયાં કરાવું?
નહિં આવુ નહિ આવુ જાને સખીએ મારગ નહિં આવું.
કાજલઆ આંખ્યું નુ રેલાય,મનડુ તેને મળવા તરસાય,
રોજ રોજ ના મળવાના બહાના કયાંથી લાવું?
નહિ આવું નહિં આવું જાને સખીએ મારગ નહિં આવું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply