સૂર્યાસ્ત… દિવસની વિદાય,
સંધ્યાનું આગમન… સૂર્યનું સ્વસ્થાને પ્રયાણ,
મંદિરોનો ઘંટારવ ને ગોધણની ધંટડીનો રણકાર.
પંખીનો કલરવ,બાળકોની ખિલખિલાટ.
ધર ધરમાં ગુંજતો સાંજની શાંતિનો ભણકાર.
ગગન ઓઢતુ સિંદુરી ઓઢણી,
સૂર્ય શરમાઈ ને પહાડોમાં છુપતો.
પર્વતાધિરાજ તેને આગોશમાં સમાવતા.
ગગનની ઓઢણીને હળવેથી સરકાવતા,
રાતને ધીરેથી આવકારતા.
શશીની સવારીએ સાંજ શરમાતી.
હળવેથી ચાંદનીથી છુપાતી.
પહાડોની સાંજ એવી સપના સજાવતી.
સાંજ પહાડોની ના વિસરાતી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply