શાંત જળ માં કાંકરીચાળો
ઉઠયા હ્રદય માં વલયો..
ધગધગતા લાવા જેવુ રક્ત
ફરી વળ્યુ શીત શરીર માં
તારા નામનો ગુંજારવ..
મનોમષ્તિક માં ઉઠયા..
પડધા પડયા આતઁનાદ થી..
દોડતા વાદળો માં રચાયો એક ચહેરો…
આંખો એ સ્વપ્ના ની કેડી શણગારી..
જાત સંકોરી લીધી.
ને ફરી વળ્યા……..જયાં..
આશા, ઉમંગ,ઉજાસ,ઉલ્લાસ,જોશ,જોમ…ભયાઁ આવેગો..
પાછળ છુટીયા.. લાવા ની રાખ જેવા…..
અંધકાર,નિષ્ફળતા,નિરાશા,હતાશા…
પુવઁ માં સુયોઁદય ની લાલીમા…
સત્કારવા આંગણે મનકુકડો બોલ્યો..
“કાજલ” સ્વાગતમ…. સ્વાગતમ…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply