વ્યક્તિત્વ તમારું અજીબોગરીબ લાગે.
શ્ર્વેત વસ્ત્રો,રુદ્રાક્ષની માળા,
સુવઁણઅલંકાર વિસ્મયકારી લાગે.
વાતો તમારી, વતઁન તમારુ વિરોધી લાગે.
હાથ માં એટેચી, ગોગલ્સ ને સીગરેટ..
કશું સમજ માં ન આવે.
તમારા વાણી વતઁન નો હિસાબ અધુરો લાગે.
તમારુ સંન્યસ્ત સમજ માં ન આવે.
ખેંચાય મન કોઇ અકળ કારણસર..
વાતો તમારી ચુંબકીય..મન ભરમાવન લાગે.
શંકીત મન વિચારે…. અલગ…
શંકા મારી મને જ કયારેક અસ્થાને લાગે.
પણ વાતો તમારી મને વારંવાર ચકરાવે ચડાવે.
થાય શું કામ વિચારુ એક અજનબી માટે?
તો થાય શું કામ આટલી કૃપા અમ પર?
આ કૃપા પાછળ નો ઉદેશ્ય શું હશે?
“કાજલ” તુ તો છેાજ શંક્તિ હંમેશા થી…
અકારણ જ મન ના ઘોડા દોડાવે…
વ્યક્તિત્વ તમારું મને ચકરાવે ચડાવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply