વેદના -સંવેદના ના ભાર ને મારા માં છુપાવતી.
એક આહ ને દદઁ ને મારા માં દબાવતી.
ઓઢી હાસ્ય નો અંચળો મારા માં જ સમાવતી.
લોકો ને અત્યંત ખુશખુશાલ બતાવતી.
લોક ના લખાણ ને ટીકા ને મારા માં સમાવતી
થોડા થોડા હાસ્ય ના રણકાર રેલાવતી.
આમ ને આમ કયારેક ખુદ ને છેતરતી.
“કાજલ” ઉભી વાટે આમજ ઢગાતી.
કર બંધ આ રમત જાત સાથે જ રમાતી.
ખુલી બાજી ને,કયુઁ કરાવ્યુ સધળુ કબુલતી
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply