વરસો વીત્યા વાત તારી કરી ચાલ ખેલ નવો ખેલ,
નાજુક ફુલ નથી જઈશ ખરી, ચાલ ખેલ નવો ખેલ.
પ્રદક્ષિણા તારી આજ સુધી કર્યા કરી નિરંતર,
આજ હવે જાત મારી ધરી,ચાલ ખેલ નવો ખેલ.
અદાલત તારી બેસાડ મંજૂર તારો દરેક ફેસલો,
પુરવાર સત્ય થશે, હુ બરી, ચાલ ખેલ નવો ખેલ.
પકડ બનાવ મજબુત તારી હવે જકડી રાખવા,
છોડાવી પકડ જઈશ સરી, ચાલ ખેલ નવો ખેલ.
ડુબાડવાની ઇચ્છા લઈ મઝધારે હાથ છોડાવ્યો,
મરજીવો બની જઈશ તરી, ચાલ ખેલ નવો ખેલ.
સ્નેહ તારો પામવા જ રમત આખી જમાવી ને,
પાથરું રાહમાં પાંપણની દરી, ચાલ ખેલ નવો ખેલ.
વિશ્વાસ કર્યો જીવન અર્પણ કર્યું, ભૂલ મારી થઈ,
તેતો રમત રમી કાજલ ફરી, ચાલ ખેલ નવો ખેલ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply