આઈના છોડીને અફવામાં ગયા,
સૂર્યને મૂકી ને દીવામાં ગયા.
એમને મળ્યા પછી લાગ્યું મને,
આપણા પગલા તો દરિયામાં ગયા.
ભાગ્ય પલટાશે ન ગાજો વાદળો,
ફૂલડાં ખીલીને રસ્તામાં ગયા.
બે હ્રદય સંસારનો પાયો થયા,
તો, બધા અખબાર જનતામાં ગયા.
જીંદગી, પાછળ ફરી જોયું અમે,
કૈ’ વરસ આપીને ઘાટામાં ગયા.
કેટલી ગઝલો તો મીડિયામાં ગઈ,
કેટલા શે’રો જે ચર્ચામાં ગયા.
એમના નામો મથાળા પર રહ્યા,
ને અમારા નામ અથવામાં ગયા.
કોઈ દિન આ દેહને પણ તાપવા,
છાંયથી ‘ સિદ્દીક ‘ તડકામાં ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply