મૃગજળ જેવા સપના પાછળ ની દૌડ રણમાં છે.
હાથ નહિ આવું કહિ નાશે મૃગ અરણ્યમાં છે.
નામ તારા અલગ અલગ, સ્વરુપ એકજ છેં.
અંતમાં શાંતિ મળતી ઈશ તારા શરણમાં છે.
જીવનનૈયા તરતી મુકી આ ભવસાગરમાં,
સાચી શ્રધ્ધા તારા નામેજ, ભવસાગર તરણમાં છેં.
પાપ પુણ્યના લેખાજોખા કર્યા કરે ચિત્રગુપ્ત,
આખરતો તારા કર્મોનો હિસાબજ કારણમાં છેં.
“કાજલ” જીવન મૃત્યુનું ચક્ર અવિરત ચાલ્યાં કરે,
સાચી શાંતિતો માનવને મળતી મરણમાં છેં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply