આ સવાલોમાં સાર લાગે છે.
જિંદગીનો ચિતાર લાગે છે.
કોઈ ચાલી ગયું હ્રદયમાંથી,
કૈં ન હોવાનો ભાર લાગે છે.
એક ઘટનાનો પાડે છે પડઘો,
સાંજ કેવી ઉદાર લાગે છે.
એ રીતે હું મને મળું છું અહિ,
મનમાં એના વિચાર લાગે છે.
હું ગઝલમય છું, એના મૂળમાં તો –
ખાલીપાનો ખુમાર લાગે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply