તારી આંખોમાં કૈદ થઇ રહેવું મને ગમે છે.
તારા હોઠો પર સ્મિત બની સજવું મને ગમે છે.
તારા શબ્દોમાં પરોવાઇ ગીત બની ગુંંજવું મને ગમે છે.
તારો હાથ પકડી આમ બાગમાં મહાલવુું મને ગમે છે.
દર્પણ સામે ઉભી પ્રતિબિંબને નિહાળવું મને ગમે છે.
તારુ શરમાઇને મારી ભુજાઓમાં સમાવું મને ગમે છે.
પ્રતિક્ષારત તારી આંખોમાં અશ્રુનું થીજવું મને ગમે છે.
ચિંતિત ચહેરે બૈચન થઇ તારું અકળાવું મને ગમે છે.
તારા કાજલ લગાવેલ નયનોમાં ડુબવું મને ગમે છે,
તારા હેતમાં તરબોળ થઇ ભીજાવું મને ગમે છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply