મન માં મલકાતી,ચાલ મલપતી
હેલ ચડાવી માથે, ચાલી નાર પનધટ.
સહિયરુ ના કર્યા સંગાથ
તીરછી નજરે જુએ ચોપાસ.
કયાં ગયો?
વરણાગી એ પાતળીયો..
દલડા નો ચોરનાર…
મુંછે વળ દેતો,ખોખારો ખાતો.
માર્ગ મારો આંતરતો..
બહાનુ કરી નીકળી પનધટ ની વાટ,
નીસરી હું નીરખવા તને ધરબાર..
નજર શોધતી, દિલ ધડકતું.
કયાં છે?
એ બાંકો યુવાન..
“કાજલ” કેમ કહે મનડા ની વાત..
આંખો ઝુકી,હોઠ કંપકપે..
લાગે હૈયા ની ધડકન નો ભાર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply