મદભરી આંખોમાં ડુબવું છે.
તારી નજરો ના જામ પીવા છે.
ચાલને હવે હાથમાં હાથ લઇ ટહેલીયે,
જિંદગી ની ભાગદોડ ભૂલી થોડુ મલકીયે.
આઈના ને પુછ્યું જવાબ તો દે તું,
મારા માં છુપાયેલા શખ્સના સમાચાર તો દે તું.
કાજલ ઝરમર કેમ વરસે તું લાગણીમાં,
મારે તરબોળ થવું તારા માં.
તું ભીજવને મને તારા પ્રેમમાં,
કેમ રાખે છે કોરી તું તારામાં.
હૈયાના ધબકારે ગુંજે તારુ નામ,
અવ્યક્ત ભાવોના સ્પંદન લે તારુ નામ.
શમણાંના પ્રદેશે રાજ તારુ જ,
નીંદરના સિંહાસને બિરાજે તું જ.
રોજ મળવું રાત્રીના સામ્રાજ્યે જ,
સૂર્યોદય સાથે પોત પોતાના સ્થાને જ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply