પાસ મને આવવા દે,
શ્ર્વાસો માં શ્ર્વાસ ગુંથાવા દે,
યાદ બની તારા હૈયા માં શ્ર્વશ્ર્વા દે.
મને તારી જ બની ને રહેવા દે,
તારી ધડકન માં મને ગુંજવા દે.
તારા અહેસાસે દિલ ધડકવા દે
નામ તારુ અધરો પર આવવા દે.
શરમ ના શેરડા મુખ પર છવાવા દે.
આંખો ને આમ જ ઝુકેલી રહેવા દે.
યાદો તારી,સપના તારા મને સજાવવા દે.
પિયુ મને તારી બની ચહેકવા દે.
‘કાજલ’ ને તારા માં વિલિન થવા દે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply