નથી કયાઁ કોઇ વાયદા
નથી દીધા વચનો
નથી કહયુ કયારેય
રાહ જોજે..
છતાં આજ પણ પ્રતીક્ષારત
તારા આગમન ની..
તુ ને હુ નદી ના બે કિનારા..
મળ્યા નો ભ્રમ રહયા કરે
સમાંતર રેલ ના પાટા જાણે
દુર થી ભાસે ઐકય એનુ..
સાગર કિનારે સુયાઁસ્ત જાણે
લીધો સાગરે આગોશ….
જાણે ગગન ચુમે ધરતી ને..
હળવે થી શશી આગમન..
ગગન સિદુરી ચુનર ઓઢી..
આભાસી કલ્પના જાણે દુલ્હન ની લાલીમા…
આભાસી દુનીયા ભ્રમજાળ ફેલાવતી..
મન તરંગો ને ચાંદની ભરમાવતી..
મિલન આપણુ પણ લાગે સ્વપ્નવત..
તુ ને હુ ચાલ્યા કરીએ સમાંતર..
રેલ ની પટરી જેમ…
એક એવી અનજાન ડગર..
નથી કોઇ મંજીલ…..
સાથી બનીયે એક યાત્રા ના..
ના આશા ના સપના
ના કોઇ ઇચ્છા…
મળીએ ના મળીએ હરિઇચ્છા..
બસ કરીયે નિરંતર…
કાજલ એક યાત્રા…
અંત સમય સુધી પ્રતીક્ષારત..રહી..
સતત… અવિરત… આભાસી..
ભ્રમીત મન ની યાત્રા…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply