નજર તારી મારી આરપાર,
ઓહ!આટલી અવગણના,અવહેલના..
અસ્તિત્વ જ નહી જાણે મારુ..
આટલી કઠોરતા,રુક્ષતા,નિરાકારતા.
સ્થગીત સ્થંભીત જીવન…
વેરાન,રંગવિહીન,નિજીઁવ ઉપવન…આ જીવન નુ…
જાણે સંબંધો ને લાગી ઊંધઇ
ઠેરાવ આવ્યો બાઝી લીલ સંબંધો માં…
ના! નહીં ચાલે….
આ ઉપેક્ષા સંબંધો ની…
કરીશ નલપલ્લવીત સંબંધો ને…
શ્રધ્ધા, વિશ્ર્વાસ, પ્રેમ, સ્નેહ સીંચન થી…
સમય સંજોગ ના ધાવ પર
લેપ લગાવીશ શ્રધ્ધા ને વિશ્ર્વાસ નો….
તારો વિશ્ર્વાસ, શ્રધ્ધા ને ઉત્સાહ….
પુન: પવલ્લવીત કરીશ…
રાહ જોઇશ…
સંબંધો માં નવી કુંપળો ફુટવા ની ક્ષણ ની..
તારા માં જાગ્રત થતા ‘સ્વ’ ની
તુંજ થી તારી ઓળખ ની…
ત્યાં સુધી સીંચે રાખીશ…
જીવનબાગ ને પ્રેમ ના અમૃત થી…
કાજલ સમય… સમય જ ઇલાજ દરેક દદઁ નો…
પ્રતીક્ષા….. એ સમય ની….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply