ધરતી પર ઉતરી પડે અંધકાર ના ઓળા
ઘેરી વળે છે ત્યારે મને વરુ ઓ ના ટોળા.
આ ઝાડ ઝાડ પર પંખીડા ઓ ના જ માળા
બાંધી ને રાખે છે જયાં તેને નથી હોતા તાળા.
આ લોક ના ઉજળા માનવી તેના કામ કાળા.
મુખ માં રામ પીઠ મા છુરી છતા લાગે ભોળા.
જયાં ને ત્યાં ફેલાવે હાથ ને કયાઁ કરે ચાળા
પણ નથી ચણતા ભવિષ્ય ના કયાંય પાળા.
હાથ માં રાખી છે તુલસી પારા તણી માળા
પણ આતો છે બધા બન્યા સૈતાન તણા સાળા.
કાજલ આસું મગર ના વહાવ્યા ને બને શાણા
કયાંય દેખાય છે દુર સુધી આમા કયાંય માણા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply