વાસંતી વાયરે રંગ જમાવી મહેફિલ સજાવીએ,
કહાણી એક નવી જ રચાવીએ તું ને હું.
જીવન ના પંથે પ્રેમ ના પુષ્પો પથરાવી અે,
સદી ઓ સુધી ગાથા આપણી ગવરાવી એ તું ને હું.
નજર થી નજર મળે પ્રેમ ના જામ છલકાવી એ,
મદહોશી આ આપણી જગ ને કેમ સમજાવીએ તું ને હું.
કર્યા નથી વાયદા નથી માંગ્યા વચન એકમેક થી,
‘કાજલ’ આતો પ્રિત ની રીત મૌન રહી ને નિભાવ્યે તુ ને હું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply