તુ મળીશ યાદો આપોઆપ બની જશે
તારી યાદો માં જન્મારો નીકળી જશે.
જાણુ છુ નથી હાથ માં લકીર તારા નામ ની,
બસ જાત ને છેતરવા નુ બહાનુ મળી જશે.
કહેવા તો આ જન્મ પણ ટુંકો પડશે,
વાતો તમારી યાદ બની રહી જશે.
સાથ માંગ્યો તમારો પળભર ત્યાં,
એકાદ પ્રેમભરી નજર મળી જશે.
“કાજલ” ને પાગલ કહો મંજુર તમારી વાત મને,
જો હાથ માં તમારો સાથ મળી જશે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply