તારા ટહુકા મારા કાળજે કોતરાવું
લાવ વાલમનો સંદેશો મોતીએ વધાવું.
વિજોગણ હું સૂહાગણ છતા કેમ ભુલાવું
પરદેશમાં વસ્યો વાલમ કેમ કરી તેડાવું?
કાળજડે લાગે રોજ નવા ડામ શીદને દેખાડું?
આંખ્યુંના ખુટયાં નીર કોરી આંખો કયાં છુપાડું?
વાલમ જ બન્યો મારા દલડાનો વૈરી કેમ સમજાવું,
વરસોના વાણા વીત્યાં થઈ બંજર કેમ કરી સંભળાવું?
“કાજલ” શીલા બની વાટ માં ખોડાઇએ કેમ જતાવું.
શ્ર્વાસોની દોર હવે તુટશે આશ ને ધીરજ કેમની બંધાવું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply