જીંદગી…. એક સહેલી..ના પહેલી..
એતો રોજ નવુ રુપ ધરતી
સપ્ત સુરો ની સરગમ…
મેધધનુષી રંગો ની રંગોળી..
કે નૃત્યાંગના નુ આરંગેત્રમ….
રોજ નવા આસ્ચયઁ ને નવા પડકાર…
જીંદગી… મારી .જીંદગી
એક નાનકડી દુનીયા
કયારેક ખાટ્ટી…કયારેક મીઠ્ઠી..કે ચટપટી..
કયાંક વસંત નો વૈભવ તો કયાંક વષોઁ ની હેલી કે પાનખર નો આભાસ…
જીંદગી… મારી..જીંદગી..
મારા વિચારો નુ વિશ્ર્વ..
મારા સપના નુ સાકાર રુપ..
મારા પૂરૂષાથઁ….ના.. સ્ત્રીઆથઁ ની કહાણી..
થોડી સચ્ચાઇ,થોડી કલ્પના…થોડા સપના..
સફળતા નિષ્ફળતા,ચડાવ ઉતાર…
આશા નિરાશા…
મારા થી શરુ થઇ તારા પર પુણઁ…..
જીવન……સીધીરેખા..કે…..વતૃઁળ.
ના એતો વક્રરેખા નો ગ્રાફ..
જાણે મારા હ્રદય નો કાડીઁયોગ્રામ…
ના! એતો “કાજલ” ના વિચારો નુ વૃંદાવન…
જીંદગી… મારી સહેલી.. મારી જીંદગી…..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply